STORYMIRROR

Bindya Jani

Fantasy

4  

Bindya Jani

Fantasy

વરદાન

વરદાન

1 min
314

હે જશોદાના કાન તું રાખે છે સૌનું ધ્યાન, 

તારી વાંસળીના સૂરમાં ભૂલે છે સૌ ભાન, 


ચુંબક બની ઘેલું કરે છે ગોકુળ ગામ, 

તારી ચુંબકીય શક્તિના અમે છીએ ગુલામ,


તારી ચુંબકીય શક્તિ ભણાવે પ્રેમનાં પાઠ,

દોડી - દોડી આવતી ગોપીઓનો કેવો છે ઠાઠ,


ગોપીઓ સંગ રાસ રમે છે રાધા ને કાન,

તારા અલૌકિક પ્રેમમાં સૌ છે ગુલતાન,


અધરે વાંસળીને મુખમાં છે રાધાનું નામ,

ને ચુંબકીય તરંગો આપે છે વરદાન.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy