STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

4  

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

કુદરતનું અવર્ણીય સર્જન

કુદરતનું અવર્ણીય સર્જન

1 min
377

આ વાસંતી વાયરા એ માર્યા ટકોરા

આ બગીચાને દ્વાર

વસંત નું આગમન જોઈ

આ ધરતી હર્ષિત થઈ ઉઠી


હર્ષિત થઈ ગયો કિરતાર

સૌંદયનું કરી દીધું દાન

શિશિર ઋતુથી વિધવાના

મુંડન જેવી ધરતી ને

બક્ષ્યું નવોઢાનું નવલું રૂ


વૃક્ષો જાણે ફૂલોનો દરબાર ભરી બેઠા

આ ધરતીનું યૌવન જાણે હિલોળે ચઢ્યું

નવોઢા નો શૃંગાર કરી બેઠી

લિલી ચૂંદડી ને કેસરીયો પાલવ


હવામાં એવો લહેરાય

જાણે કોઈ નવોઢાની સાડીનો પાલવ

અંબોડે સજી વેણી ફૂલોની

માથે પુરયુ સિંદૂર કેસૂડાનુ

જાણે ધરતી ચાલુ શ્વસુર ગૃહે

આકાશ ને મળવા ને કાજ


આ કમળના ફૂલોથી સુશોભિત સરોવર

જાણે  સ્નાન કરીને નીકળેલી અપ્સરાના

ગાલ પરની ગુલાબી લાલી જેવો નયનરમ્ય લાગે


આ ફૂલો પર બેઠેલા ભમરા જાણે યાચક લાગે

જાણે ફૂલોને પ્રપોઝ કરવા

કોઈ ગીત ગાતા હોય એવું લાગે


પંખીઓ બની બેઠા સંગીતકાર

ટહુકામય બનાવ્યું ગુલશનને

ફૂલો એ છાંટણા કર્યા અંતરના

માનવીનું મન સુંગધથી તરબતર કરી દીધું


ધરતીના આ નવલા રૂપથી અચંબિત થઈ

આ માનવીનું મન હર્ષિત થઈ ઉઠ્યું

મયુરની જેમ નૃત્ય કરી બેઠું


વસંતનો વૈભવ છે આજે વનમાં

માનવી એને જો ભરી દે તન મનમાં તો

થાય ઉદ્ધાર એનો જીવનમાં


અહેસાસ થાય કિરતારનો

જીવન ઉપવનમાં

તો મોક્ષ મળી જાય જીવનમાં


ધરતી પર હર્ષિત થઈ ઉઠેલા કિરતાર પાસે

માંગુ એક વરદાન

વસંતનો વૈભવ આપ્યો તે ધરતી ને

મને પણ બક્ષી દે વૈભવ શબ્દોનો

કૌવતt બક્ષી દે એવું

તારી પ્રકૃતિને આબેહૂબ

ચીતરી શકું શબ્દોમાં


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy