શાહી સવારી
શાહી સવારી
અંધકારનો અસ્ત જ્યાં, અજવાળુંનો ઉદય ત્યાં,
પરોઢની સવારની કિરણો જગાડે જન જીવન.
મંદિરનો ઘંટનાદ ચોમેર ફેલાવે ૐ નો નાદ,
આળસ મરડી ખંખેરે, માનવ મનનો અંહકાર.
ઘૂઘરા રણકાવતા પશુઓના ધણ, ડમરી ધૂળ ઉડાડતા,
પનિહારીના બેડલાની સરગમ, પાયલ છમછમ વાગતા.
નદીઓના નીર હુંફાળા વહેતા, સાગર મિલન કાજે,
બે કિનારાનું અસ્તિત્વ ગળતું સરિતા, સાગરમાં સમાતી જ્યારે
આકાશમાં પથરાતી લાલિમા સાત ઘોડાના રથના સ્વાગત માટે
શાહી સવારી સૂર્યનારાયણની, અલખ જગાવે પ્હોં ફાટે ત્યારે.
