STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy Others

4  

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy Others

તટીનીના તટ પર.

તટીનીના તટ પર.

1 min
412

           

 તટીનીના તટ પર\ આજે યોજાયો

 જાણે ! ધરતી અને અંબરનો લગ્ન સમારંભ

 બારાતી બનીને આવી ચૂકી છે આ પનિહારી ઓ

જાણે ! સ્વર્ગની અપસરાઓ


આજે નૃત્ય કરી રહી છે તટીનીના તટ પર  

પૂર્વ દિશાએથી નીકળેલો સૂર્ય

જાણે ! શાદી સમારંભમાં આવેલો ફોટોગ્રાફર  


પનિહારી ઓના બેડલા પર

પોતાના સોનેરી કિરણોનો  ભારો છોડી

જાણે! બેડલા પર ક્લિક કરતો હોય એવું લાગે


આજે તટીનીના તટ પર પંખીઓનો કલરવ\

પર્ણો નો નાદ ઝરણાં નો ઝણકાર

જાણે ! શાદીનો સંગીત સમારંભ હોય એવું લાગે છે


આજે તટીનીના તટ પર

તટીની તો જાણે ! અંબરની નાનકડી બેનડી

ઉતાવળી ચાલે મલપતી હિલોળા લેતી જઈ રહી છે

પોતાના પ્રીતમ ને મળવા


ફૂલડાં ઓ પણ આતૂર છે    

આ શાદી સમારંભમાં હાજરી આપવા 

એટલે જ તો ખુશ્બુ ફેલાવી રહ્યા છે


આજે તટીનીના તટ પર

ધરતી પર સ્વર્ગ રચાયું જાણે !આજે

તટીનીના તટ પર


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy