ઉડે રંગ ગુલાલ
ઉડે રંગ ગુલાલ
સાજન કહે સજનીને
આયો રંગોનો તહેવાર
મારા શબ્દોમાં રંગ ઉડે
તારી નજરો ઝૂકી જાય
મારા શબ્દો નાજુક છે
એ સાંભળ ઓ નાર
તારી કાયા કમસીન નાજુક છે
તારા ગાલે રંગ ગુલાલ
તારી નજરો કાતિલ છે
એનો રંગ દેખાય મને લાલ
આ સાંભળીને હસી સજની
મુખ લટકાવી થોડી ડોલી
તારી વાતોમાં હું ના આવું
તારા શબ્દો કરી દે ઘાયલ
કેસરીયો ઝભ્ભો પહેરીને
આવી ગયો મારી પાસ
ક્યા રંગે રંગુ તને
વિચારું છું હું ખાસ
તને ગમતો એક રંગ
મારા માટે છે ખાસ
સફેદ રંગમાં રંગુ તને
તારો રંગ પણ છે શ્યામ
તારી રાધા બનીને નાચું
મારા શ્યામને વિનવું ખાસ
છો શબ્દો રંગમાં રંગે
તારા પ્રેમનો રંગ પણ અલગ
સમય પ્રમાણે જીવીશું
આતો આપણા બે ની વાત
શબ્દોના રંગમાં રહીશું
સપ્તરંગ બનશે હજાર

