Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mahendra Rathod

Fantasy

3  

Mahendra Rathod

Fantasy

બપોરે

બપોરે

1 min
14.3K



એકલવાયું આભલું દેખાય કોરું ધાક્કોર

દઝાડે ભીતરની દીનતા ને બાળે બળતો બપોર


વાયરો પણ વિસરીને ભુલ્યો છે વીંજાવાનું

એકલવાયી અવની અટવાણી છે ચારેકોર


ક્યાંક રૂની પૂણી સમ ડોકાતી કોક વાદળી

ગુંજે કુંજ,થાય કલરવ ને નાચી ઉઠે મનમોર


શેરીઓ ને વગડાઓની લૂંટાઈ ગઈ છે વાચા

તડકો એવો કારમો કે વિસરાયો શોરબકોર


ધખતો એવો તડકો આ ડીલ તો તાઢક ગોતે

મીટ માંડી જોયા કરે ક્યાંથી થાય ઘનઘોર


એકલવાયું આભલું દેખાય કોરું ધાક્કોર

દઝાડે ભીતરની દીનતા ને બળતો બપોર



Rate this content
Log in