STORYMIRROR

Mahendra Rathod

Inspirational

3  

Mahendra Rathod

Inspirational

નાવલડી હલકારિયે

નાવલડી હલકારિયે

1 min
26.4K


ચાલ ને થોડી નાવલડી હલકારિયે

દરિયા વચાળે જઈને વીરડી ફૂટાળીયે


દરિયો ડોલાવીએ, સરિતા છલકાવીએ,

માનવ મહેરામણમાં સૌને મલકાવીએ,

ચાલ ને થોડી નાવલડી હલકારિએ,


ઉંચેરા વમળોને હળવી હથેળીમાં રેલાવીએ

આજ અડીખમ મેરુને પણ ડોલાવીએ,

ચાલ ને થોડી નાવલડી હલકારિયે,


બેરંગ જિંદગી છે આ સાગરના જળ જેવી,

ઢળતી સાંજે સોનેરી સંધ્યાના રંગો ફેલાવીએ,

ચાલ ને થોડી નાવલડી હલકારિયે,


એક એક પળ ને મોતીની સેર જેમ સજાવીએ

જીવતરના ધાગમાં સોનેરી સોય પસારિયે

ચાલ ને થોડી નાવલડી હલકારિયે


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational