એક હો મારું ય વાદળ
એક હો મારું ય વાદળ
એક હો મારું ય વાદળ,
એક પનઘટ એક પાદર.
ક્યાં કહું છું રોજ મળજે,
જીંદગી તું લખજે કાગળ.
એ નહીં કંટાળશે જો,
એક પુસ્તક એક સાગર.
એજ શોભા તો અજબ છે,
છલકતી જો હોય ગાગર.
લે ખુશી ભરપૂર દઈ દઉં,
છે તને અર્પણ એ સાદર.
'રશ્મિ'નું છે સ્થાન વચ્ચે,
સમય આગળ સમય પાછળ.

