બસ પ્રભુ આટલું જ માંગું...
બસ પ્રભુ આટલું જ માંગું...
કઈં નથી જોતું પ્રભુ હવે તારી પાસેથી,
તે આટલું આપ્યું એ મારી માટે ગણું ગણું છે.
દુનિયામાં કોઇને નથી આપ્યો એવો ભાઈ આપ્યો તે મને,
એ મારી માટે ક્યાં ર્સ્વગથી ઓછું છે.
જીવનમાં મમ્મી પપ્પા આપ્યા તે મને,
એ મારી માટે ક્યાં કોઈ દોલતથી કમ છે.
હવે કશું જ નથી જોતું પ્રભુ તારી પાસેથી,
તે આટલું આપ્યું એ મારી માટે ગણું ગણું છે.
પ્રેમ ગણો મળ્યો છે આ દુનિયા પાસેથી,
પણ ભાઈનો પ્રેમ એના કરતા વધારે છે.
ભલે એની સાથે લડીયે કે મારીયે એને,
પણ એના સિવાય મનાવે પણ કોણ છે.
છે પ્રભુને બસ એક જ મારી પ્રાથના,
કંઈ નાહી આપીશ સાત જનમો મા મને તો પણ ચાલશે,
પણ ભાઈનો પ્રેમ હર જનમોમાં માંગું છું આજે.
હર ફૂલની સુગંધ છે ફીકી એમના પ્રેમના આગળ,
હરેક સહર અધુરી છે એમના પ્રેમની આગળ.
બસ એક જ વસ્તું માંગુ છું પ્રભુ તારી પાસે,
ખુશ રાખજે એમને જેણે ધ્યાન રાખ્યું છે,
મારી ખુશીઅોનું, ને મારા સપનાનું.
