STORYMIRROR

Drsatyam Barot

Fantasy Others

3  

Drsatyam Barot

Fantasy Others

ખુદાને સ્મરું છું

ખુદાને સ્મરું છું

1 min
26.5K


શબદને વરું છું પછી ફોન કરજો,

ખુદાને સ્મરું છું પછી ફોન કરજો.


નથી કૈં રહેઠાણ કાયમ અમારું,

ઉચાળા ભરું છું પછી ફોન કરજો.


સદા આબરું ઢાંકતો રહ્યો બધાની,

હવે ચિંથરું છું પછી ફોન કરજો.


નજારો હતો મ્હેલનો આપણોયે,

હવે છાપરું છું પછી ફોન કરજો.


બની ફૂલ આપી બધાને સુગંધી,

હવે તો ખરું છું પછી ફોન કરજો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy