એ મારી જિંદગી
એ મારી જિંદગી
ચાલીસીની નિકટ પહોંચેલી
એ મારી જિંદગી... તારા પર મને માન છે...
ઉંમરની પીઢતાના દેખા દેતા આ ચશ્મા,
થકી અનુભવોનું ભાથું એકઠું થઈ રહ્યું છે..
વાળની સફેદી જોઈ ગર્વ અનુભવાય છે,
માથે બર્ગન્ડી કલર કઠણાઈ પાર કરી,
અહીં પહોંચેલા જીવનનો સાક્ષી છે...
હા ચોક્કસ ડાર્કસર્કલ્સ ઘેરા થયા છે,
પણ એથી કાજળની મોભા વધે છે.
એક પછી એક આવેલી જવાબદારીમાંથી,
નિવૃત્ત થવાનો સમય જ ક્યાં છે,
હજી તો રસપ્રદ જીવન બાકી છે એનો આ સંકેત છે.
ઠોકરો ખાધી તો સમજણ પણ પરિપક્વ થઈ,
દુનિયાને સમજવાનો દ્રષ્ટિકોણ અને તેના સંગીતને સમજતી થઈ.
નાનેરી કૂંપળ ક્યારે વટવૃક્ષ થઈ છાંયડો આપશે,
ઘરના યુવાન પંખીઓ ક્યારે ઉંચેરા આસમાને ઉડશે એની તો હવે તલપ છે.
મને સંતોષ છે જવાબદારી ખૂબ સારી રીતે નિભાવ્યાનો.
આજે દર્પણ જોઈને આગળ વધતા કૃતજ્ઞાની જીવનો આનંદ છે,
ચંચળતા મારી પરિપક્વ બની આવ્યો અનુરાગી ઠહેરાવ,
ગૌરવવંતી પ્રૌઢાવસ્થા દસ્તક દેશે ભવિષ્યના કોરા કેનવાસ પર...
ત્યારે તને સલામ છે એ મારી ઘનિષ્ઠ જિંદગી...
