પિતા
પિતા
વછવછતા જીવનને દોરી યોગ્ય ખીટી એ બાંધે એ પિતા,
હિલોળા લેતાં ભવિષ્યને સાચો માર્ગ દેખાડે એ પિતા,
પોતે ટૂંકો પનો રાખી સંતાનો માટે મોટી સોડ તાણે એ પિતા,
દીકરાની એક હાકલથી જોજન દોડી જાય એ પિતા,
દીકરીના એક આંસુ સામે દુનિયાથી લડી બેસે એ પિતા,
નવી દિશા...નવી ઉમંગનો સંચાર કરી આગળ વધતા શીખવે એ પિતા,
આંખો ડબડબ થાય છતાં સપના પુરા કરવા પ્રેરે એ પિતા,
વિશ્વ સામે અડગ ઉભા રહી ઓળખાણ પ્રતિપાદિત કરતા શીખવે એ પિતા,
પિતા ના પ્રેમથી વંચિત છે એના માટે વૈચારિક દિવ્યતાથી પ્રેમ કરતું એક અજોડ ચિત્રબિંદુ એ પિતા,
પિતા એટલે શિવશભું નું પૃથ્વી પર માનવ સ્વરૂપે આકલીત એક અનન્ય, અજોડ રૂપ.
