મોત જ તો છે
મોત જ તો છે


મોત જ છે તો ડર શેનો,
નિયત છે તો વિચાર શેનો,
ધીમે પગલે કે રણશીંગા સાથે આવે સહેમવાનું શાનું,
એનું ગણિત છે તો પછી આપણો હિસાબ શેનો,
ઘડીભરની વાર્તા છે તો સમયના લેખા શેના,
જન્મ જેમ અજાણ એમ મોત પણ તો વ્યવહારમાં ભેદ શેનો,
અવતર્યા ત્યારે કોણે હાથ થામ્યો ખબર નહોતી તો કોનો હાથ છૂટશે એ ભીતી શેની,
જીવન જીવ્યા એ ઘણું છે બાકી દોરી તૂટી વીખરાય એની પીડા શેની,
બસ છો ત્યાં સુધી ખુશીઓની સરવાણી માણો, કાલની ચિંતા શેની.