STORYMIRROR

Hitakshi buch

Inspirational

3  

Hitakshi buch

Inspirational

આ કેવું છે નહીં

આ કેવું છે નહીં

1 min
29.5K


આ કેવું છે નહીં... કંઈક વિચિત્ર છે નહીં,

એ ના બોલે તો પણ એની સાથે બોલવા ઝંખતું રહે,

એ ના જુએ સામે તો પણ એને જોવા તરસતું રહે,

એનો ધિક્કાર સહન કરે છતાં એનું થવા મથતું રહે,

એની નજર પડે નહીં તો પણ નજરચુક ના થાય માટે સજાગ રહે,

એ કોઈકનો થઈ જીવન વ્યતીત કરે છતાં મારા મનમાં એનો જ પ્રેમ રહે,

એ તરછોડી ચાલતો થયો છતાં હુંફાળો સ્પર્શ મેળવવા ઇચ્છીત રહે,

એ અહિત કરતો રહે છતાં એનું હિત કરવા થનગનતું રહે,

હા કંઈક આવું જ છે... મારૂં મન...



Rate this content
Log in

Similar gujarati poem from Inspirational