તારી હથેળી
તારી હથેળી
તારી હથેળીમાં ચાંદની કલ્પના કરી હતી,
ગલીઓની ખાખ ફંફોસવાના સપના જાેયા હતા.
તારો હાથ પકડી તપતા રેત પર ચાલવું હતું,
તને મરમ બનાવી દાઝેલા દિલના ખુણે મલવો હતો.
તુજ સંગ યારીની મિસાલ કાયમ કરવા મથવું હતું,
ચાચરીયે ચોકમાં ઘુમતા તારી બાહોમાં ઝુલવું હતું.
ક્યારેક તારી પાસે જમવાની જીદ પૂરી કરવી હતી,
તો ક્યારેક જીવનનું ગણિત શીખવું હતું.
તારી આંખોમાં અનરાધાર પ્રેમ વરસતો હતો,
હું એજ પ્રેમને ઝંખતી હતી.
સાચું કહું ઘણું ભેખ ધરી મેળવવું હતું,
હમણાં સ્મિત સાથે વરસી પડીશ ખાતરી હતી.
પરંતુ સૂકી ડાળીની જેમ ક્યારે ફેંકાઈ એ સમજાયું નહી.

