એક જીવન એવું
એક જીવન એવું
એક જીવન એવું જેમાં મળે છે ઘણું બધું,
આમ તેમ છતાં લાગણીઓ વહે છે ખળખળ,
નાનેથી મોટા થતા વાવણી થાય છે બંધનોની,
ખીલે છે અને મુરઝાય છે ફૂલો જેવી,
આખું આયખુ ઝંખના જેની કરીએ છીએ,
તે નાની પગલી મોટી થઈ ગઈ છે,
આંખોમાં સપના પરોવતી રહી છે,
સાથ નિભાવી આગળ વધવા પ્રેરતી રહી છે,
સમયના વહાણ સામે અડીખમ ઊભી હલેસાં મારી રહી છે,
હાથ પર બંધાતો એ દોરો તો માત્ર એક પ્રથા છે,
બાકી હૈયે હામ તો એ છે તેની જ છે,
લાડકી એની બની હરપળ જીવતી રહી છે,
વહાલી બહેન એને જ ઝંખતી રહી છે.
