STORYMIRROR

Rupal Sanghavi "ઋજુ"

Fantasy Inspirational Others

4  

Rupal Sanghavi "ઋજુ"

Fantasy Inspirational Others

કલાકાર

કલાકાર

1 min
379

એક કલાકાર ફિલ્મજગતમાં, ભજવે અનેક કીરદાર,

ભલો અને લોકપ્રિય પણ, વ્યસનનો નહીં પાર,


સિગરેટ શરાબ ને પાર્ટીઓની, સદા રહે ભરમાર,

સ્વૈરવિહારી જીવનમાં, મહાલતો અપરંપાર,


ફિટ રહેવા માટે કરે, ડાયેટ પ્લાનની દરકાર,

માંસાહારી દવાઓ પણ, નામશેષ આહાર,


ફિલ્મ જગત તો અફવાઓનું, ગરમા ગરમ બજાર,

અનૈતિક સંબંધોનો બધે, ફેલાયો વ્યભિચાર,


કલાકારને મળ્યું એક દિવસ, એક અનેરું કિરદાર,

એક મલ્લ ભોળો બ્રહ્મચારી, જે પાળે સદાચાર,


ધીમે ધીમે પાત્રને અનુરૂપ, ઢળી રહ્યો કલાકાર,

સિગરેટ, શરાબ, દવાઓ અને છોડ્યા માંસાહાર,


ધી, દૂધ, દાળ, કઠોળ અને ખાય શાકાહાર,

કસરત અને કુસ્તી થકી, કાયા બની કજાર,


ભજવ્યું પાત્ર જોમથી, બન્યો સુપર સ્ટાર,

તેજ છલકતું સત્વનું, સ્મિત બને શણગાર.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy