કળા થઈ ગઈ !
કળા થઈ ગઈ !
વૃક્ષોએ પવન ફૂંકયોને હવા સંગીન થઈ ગઈ
પુષ્પની પાંદડી હલીને હવા રંગીન થઈ ગઈ
જળના એક બુંદથી સરિતા વહેતી થઈ ગઈ
એના પ્રેમભર્યા સ્પર્શથી ધરા લીલી થઈ ગઈ
ઝરણાંના ધોધથી નીરની નિર્મળતા થઈ ગઈ
પ્રવાહ રજ પર ચાલ્યોને ધરા તૃપ્ત થઈ ગઈ
એના એક કિરણથી અંધારી રાત દૂર થઈ ગઈ
ચાંદની એક કળાથી રાત અજવાળી થઈ ગઈ
પંખીએ ટહુકા કર્યાને સંદેશની શોર થઈ ગઈ
ડાળે ડાળે ઋતુઓની સઘળી ટપાલ થઈ ગઈ
વાત કરી મેં એને ઝાકળની તો બબાલ થઈ ગઈ
જુઓને 'વાલમ' ચોમેર કુદરતની કળા થઈ ગઈ
