દિલની વાત
દિલની વાત
બહુ મનાવું છું મારા દિલને એ નથી માનતું મારી વાત,
બસ એને મનાવવામાં જ રોજ નીકળી જાય છે રાત,
માની જાય દિલ તો આ નસીબ રૂસણા લે છે,
કેમેય કરીને આ દિલડું માનતું નથી, કેવી સર્જી તે હૈયે ભાત.
દિલની વાત કહેવા માટે રાખ તું હિંમત,
સમયસર સમજી લે તું દિલની કિંમત,
પ્રેમ તો એક કિંમતી અદભૂત અલંકાર છે,
કરી લે તું દિલમાં તારા પ્રિયતમની દસ્તખત.
