સુપરમેન
સુપરમેન
દેખાવાના જમાનામાં આંખો પહોળી થાય,
આકર્ષક રૂપને જોઈ સૌ કોઈ હરખાય.
સામાન્ય ચેહરાના માનવીનું મન દુભાય,
એ કામ કરે વિસ્મયકારક, ત્યારે સમજાય.
રુપ રંગના મોહને છોડી, કાર્યને આપો માન,
દુર્બળ દેખાતા માનવીનો થાય સુપરમેન.
સાદો સમજી, તુચ્છ ગણીને, કરો ના અપમાન,
કામ કરે એવાં વિશેષ જાણે સુપરમેન.
દરેક સ્ત્રી જીવનમાં ઝંખતી એવો કોઈ મેંન,
રક્ષણ કરવા આવે કોઇ ઉડતું સુપરમેન.
કાશ આ દુનિયામાં કોઈ જન્મે એવો મેન,
અંધારા દુર કરી જગ પ્રકાશમય કરે સુપરમેન.
