Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Margi Patel

Fantasy

3  

Margi Patel

Fantasy

જીવવી છે આ દુનિયા

જીવવી છે આ દુનિયા

1 min
254


આવી એક સુંદર પરી આસમાનથી, 

કહે છે ચાલ તું મારી સાથે, દેખાડું અનેરી દુનિયા, 

પણ, મેં કહ્યું હજી તો જીવવી છે મને આ દુનિયા...


બદલતી મૌસમની પ્રકૃતિ દેખવાની બાકી છે મારે,

કહે છે બતાવીશ તને આનાથી પણ સુંદર દુનિયા, 

પણ, મેં કહ્યું હજી તો જીવવી છે મને આ દુનિયા...


લખવું છે એક એક શબ્દથી ભરપૂર ને અવિરત મારે, 

કહે છે તું ચાલ મારી સાથે સોનાની કલમ આપીશ હું તને, 

પણ, મેં કહ્યું હજી તો જીવવી છે મને આ દુનિયા...


કરવાનું છે તીવ્ર પ્રેમાનુભૂતિનું એક વિશ્વ ઉભું મારા મનમાં, 

કહે છે ચાલ મારી સાથે દુનિયાની અપ્સરા બતાવું તને, 

પણ, મેં કહ્યું હજી તો જીવવી છે મને આ દુનિયા...


સજાવવાના છે અનેરા સ્વપ્ન આ જ જીવનમાં મારે, 

કહે છે ચાલ મારી સાથે સ્વપ્ન હકીકતમાં બદલું હું તારા, 

પણ, મેં કહ્યું હજી તો જીવવી છે મને આ દુનિયા...


સુધારવાના છે અનેક સબંધો આ મનને જીવનના, 

કહે છે ચાલ મારી સાથે સંબધોથી પણ પર મળશે તને ત્યાં, 

પણ, મેં કહ્યું હજી તો જીવવી છે મને આ દુનિયા...


કરવું નથી મારે મોત ને આલિંગન અત્યારથી સમીપથી, 

કહે છે ચાલ મારી સાથે આનાથી પણ અજીબ દુનિયા છે મારી, 

 પણ, મેં કહ્યું હજી તો જીવવી છે મને આ દુનિયા.


Rate this content
Log in