હર્ષિત
હર્ષિત
તવ મધુર મંદ સ્મિત દીસી મન થયું હર્ષિત
તવ પગ નૂપુર રણકાર સુણી મન થયું હર્ષિત,
તવ કાજલ અંજન નૈન કિયે અણિયાળા બંધ
કેશવ તુજ ભીના રેશમી કેશ વાંકળીયા સુગંધ
મન થયું પ્રફુલ્લિત, મન થયું હર્ષિત...
તવ મીઠી મીઠી મોરલી સ્વર, જે ધરી તેં અધર
એ વાંસળી છેડે ઘૂંઘરની લર, શું તારી અદા ગોવર્ધનધર !
તું રાજા દ્વારકાનો તું વ્રજનો બાળ ચાલતો ઘુંટણીયાભર
તું જગન્નાથ તું ભગવંત, તું નરસિંહનો શામળ્યો સુંદર...
મન મારું થઈ મીરાં માણે તવ સ્વરૂપ એકટશ,
કરૂણા ને પ્રેમે જે ભજે સતત કૃષ્ણ તેને થાય વશ...
મન થાય પ્રસન્ન, મન થાય હર્ષિત, હૃદયે હરખ.
- તીર્થ સોની "બંદગી"
રાજકોટ
