STORYMIRROR

Kalpesh Patel

Drama Fantasy

3  

Kalpesh Patel

Drama Fantasy

એક શ્રાવણી આઠમે

એક શ્રાવણી આઠમે

1 min
414

કૃષ્ણ વિષે લખતી વખતે કલમ થાકતી નથી ! દરેક વખતે નવા વિચારો માનસ પટલમાં અવિરત ઉમટતાંજ રહે છે, તે ઓછું છે ? કૃષ્ણ કેવળ અર્જુનના જ સારથિ નથી. તેઓ આપણા સૌના જીવનરથના સારથિ છે. તેઓ સ્મિતપૂર્વક હંમેશા આપણાં સૌ કોઈની 'સખા-ભાવ'થી પ્રતીક્ષા કરી રહ્યા છે. બસ તેને યાદ કર્યો અને અને તેણે હજાર થઈ મારી કલમથી સરકાવેલ શબ્દોનો સાથિયો બનાવતા જતાં... 

એક શ્રાવણી આઠમે યમુનામાં ઊમટ્યું’તું પૂર,

મથુરાથી માથે મૂકીને ગોકુળ લાવ્યું’તું કોઈ, વેણુના સૂર…

નંદબાવાને ત્યાં ઊમટ્યું તું હેતનું પૂર....


ગોવાળિયા ભેળા મચાવ્યો, તેણે શોર- કલશોર,

વહેતી'તી વાતો; તે પછી બહાર, 

નથી સલામત માખણ – મિસરી હવે કોઈ ગુકુલ ઘેર.


ફરિયાદી કરે બચાવ ! જોઈ મોહક તેનું નૂર, 

નાતો, બાંધ્યો નટખટે ભવોભવનો દૂર, 

ગોકુળમાં રેલાવી રહે છે, વેણુના સૂર.


યમુના તટે કદંબની ડાળીએ ઊભો, તે..નીડર 

જરાક... મલકી... કરે રણકાર 

મારો મુગટ તો પિચ્છ-મોર,

અને રાધા છે, પ્રાણનો ધબકાર.


એક શ્રાવણી આઠમે યમુનામાં ઊમટ્યું’તું પૂર,

મથુરાથી માથે મૂકીને ગોકુળ લાવ્યું’તું કોઈ,વેણુના સૂર…

નંદબાવાને ત્યાં ઊમટ્યું છે હેતનું પૂર.


Rate this content
Log in

Similar gujarati poem from Drama