ઉજાસ
ઉજાસ
પૂર્વ દિશામાં લાલીમા છવાઈ
ખેતરની ઝાંપલી ખખડી
ને મઢુલી ઝળહળાં થઈ,
મનમાં અનેક વિચારોનું તાંંડવ
ત્યાંતો મઢુલીમાં ઝાંઝરનો રણકાર પહોંચ્યો,
સૂર્યની લાલીમા અને હોઠોની લાલીમા વચ્ચે
અટવાતો
ભૂલી ગયો ખેતરમાં ચાસને પાળ બાંધવી,
ને થયું ખેતર છલોછલ.
