વસંત
વસંત
આવી વસંત સોહામણી,
ચારેબાજુ ફેલાય ઉલ્લાસ.
પંખીઓનો ચહચહાટ ને આકાશમાં વિચરણ,
ખીલતાં ફૂલો ને ફેલાતી ફોરમ.
આમ્રકુુંજમાં ક્લશોર કરે કોયલ,
કેેસુુુડો ખીલ્યો લાલચોળ,
ને ગરમાળો ફેેલાવે સોનુું.
રસ્તે રસ્તે પ્રકૃતિની સોડમ
ને માનવ હૈયામાં ઊઠે ઉમંગ
વસંત સાથે એ પણ રંગાય રંંગોમાં.
