રંગાશે આકાશ રંગોથી
રંગાશે આકાશ રંગોથી
આવશે હોળી ને રંગાશે આકાશ રંગોથી,
ઊડશે ગુલાલ ને રંગાશે આકાશ રંગોથી.
મનનો માણીગર સાયબો આવશે પરદેશથી,
મને રંગશે તેના રંગમાં ને રંગાશે આકાશ રંગોથી.
વાટ જોતી હુંં બેેેઠી છું ઘરની ચોખટ પર,
આવશે એનો અણસાર ને રંગાશે આકાશ રંગોથી.
હૈયામાંં ભરી પ્રેમનો અબીલ ગુલાલ નાચે નર ને નારી,
પ્રકૃતિ કરશે કલશોર ને રંગાશે આકાશ રંગોથી.

