સવાલ અસ્તિત્વનો
સવાલ અસ્તિત્વનો
રહેવું છે મારે અડીખમ, સવાલ અસ્તિત્ત્વનો છે,
ઝૂૂૂકવું કોઈની સાામે નથી, સવાલ અસ્તિત્વનો છે.
ઘનઘોર આ વનમાં ભલે એકલું દોડવું પડે,
ડરવું કોઈથી નથી, સવાલ અસ્તિત્વનો છે.
તું સાથે હોઈશ, તો જીવન બનશે રંગીન
ઘૂૂંટણ ટેકવીશ નહીં, સવાલ અસ્તિત્વનો છે.
તારી કૃપા માટે કબૂલ છે મને પ્રાર્થના,
હાથ લંબાવીશ નહીં, સવાલ અસ્તિત્વનો છે.
