જો તું સાથ આપે તો
જો તું સાથ આપે તો
મારે ભર ઉનાળામાં પણ ઠંડક છે,
જો તું સાથ આપે તો...
મારી નિષ્ફળતામાં પણ સફળતા છે,
જો તું સાથ આપે તો....
મારે પાનખર પણ વસંત છે,
જો તું સાથ આપે તો.....
લોકો ની કટાક્ષમાં પણ મીઠાશ છે,
જો તું સાથ આપે તો......
મારે શિયાળામાં પણ ગરમ હૂંફ છે,
જો તું સાથ આપે તો.....
મારો દરેક દિવસ ઉત્સવ છે,
જો તું સાથ આપે તો.....
મારે દુઃખ માં પણ સુખ છે,
જો તું સાથ આપે તો.....
નિરાશામાં પણ આશા છે,
જો તું સાથ આપે તો.....
મારી મુંઝવણમાં પણ સુલજન છે,
જો તું સાથ આપે તો.....
મારી હસીમાં ખિલખિલાટ છે,
જો તું સાથ આપે તો.....
મારી ઉદાસીમાં પણ ખુશી છે,
જો તું સાથ આપે તો.....
મારા સપનાઓ તો બહુ છે પણ એ સાકાર થાશે,
જો તું સાથ આપે તો.....
જવાબદારીઓ તો છે પણ નિભાવી લઈશ,
જો તું સાથ આપે તો.

