STORYMIRROR

CHAITALI SHAH

Romance Fantasy Inspirational

3  

CHAITALI SHAH

Romance Fantasy Inspirational

શાળાનાં સંસ્મરણો

શાળાનાં સંસ્મરણો

1 min
460

શા માટે દુનિયાની આ ભીડમાં ખોવાઈ ગયાં ?

ક્યાં શાળાના દિવસો ને મસ્તીની લાઈફ...

ચાલો એક દિવસ રજા રાખીએ !

દફતર લઈને ફરીથી શાળાએ જઈએ !


જ્યાં જવાની પહેલા બીક લાગતી,

પણ હવે એ જિંદગીની એક રીત લાગતી

શાળાના પહેલા દિવસે રોએલા યાદ આવે છે !


જ્યાં શિક્ષકોના નામ પર થતાં સંશોધન,

જ્યાં બાહ્ય જ્ઞાનનું પણ મળતું સંબોધન

પહેલી બેંચમાં બેસવા કરેલો ઝઘડો એ યાદ આવે છે,


ચાલુ ક્લાસમાં કરેલી મસ્તી અને

ચાલુ ક્લાસમાં કરેલો નાસ્તો,

અને ફ્રી લેક્ચરમાં ગાયેલા ગીતો યાદ આવે છે....

રિસેસમાં રેતીમાં બેસીને કરેલો નાસ્તો યાદ આવે છે.... ભેગા મળીને સાહેબની ખાધેલી વઢ યાદ આવે છે...


જ્યાં ચાર ચિઠ્ઠી ને શુનચોકડી રમાતું, 

લેસન સાથે રીલેશન બંધાતું...

જ્યાં કબડ્ડી,ખો-ખો અને છૂપમછૂપાઈ રમી..

 ટીચરોની વાત જે ક્યારેક ન ગમી,


 મિત્રો સાથે નાસ્તો જ્યાં સ્નેહથી જમતા,

શિક્ષણ મળ્યું જ્યારે રમતા રમતા

જ્યાં એકનો નાસ્તો ત્રણ વચ્ચે વહેંચાતો,

મિત્રોનો પ્રેમ ગાળોમાં સમાતો

 શિક્ષકોની ભણાવવાની નવી નવી રીતો દેખાતી.


પણ આજે...

પણ આજે બધું ખોવાઈ ગયું છે

મારું બાળપણ જાણે રિસાઈ ગયું છે ....

ક્યાં ગયાં એ મિત્રો ? 

ક્યાં ગયાં એ દિવસો ?

ચાલો મિત્રો બાળપણના સ્મરણો શાળા પાસેથી પાછા લઈએ આજે !


(આ નાનકડી કવિતા લખી છે આજે. મારા તમામે તમામ સ્મરણો ને યાદ કરીને ... મારી એવી વ્હાલસોયી જેને હું મારું બીજું ઘર માનું છું એવી મારી શાળા એચ એન્ડ ડી પારેખ હાઇસ્કુલ ની ભૂતપૂર્વ વિદ્યાર્થીની આજના દિવસેઆપ બધા જ ગુરુજનો ને આદરપૂર્વક મારા શત શત વંદન.)


Rate this content
Log in

Similar gujarati poem from Romance