નારીશક્તિની ઓળખાણ
નારીશક્તિની ઓળખાણ


અનંત શક્તિની ઓળખાણ છે નારી,
કમજોર ના સમજો નારીને તમે,
ક્યારેક સીતા તો ક્યારેક કાળી.
દરેક સારા ખોટા સમયમાં એ,
એ જીવન બાગની માળી છે,
સુખકર્તા, દુઃખહરતા નારી
દુનિયાનું સ્વાભિમાન છે નારી.
સંબધોનું દરેક રૂપ નિભાવે છે
દરેક મુશ્કેલીને દૂર કરે ...
ધરતી પર નારીની ઓળખાણ
દરેક કરે એનો સન્માન ...
નારી એ અસ્તિત્વ બનાવ્યું,
સૂરજ જેવું વ્યક્તિત્વ પામ્યું,
ભૂલી ન શકાય તેમને
જેમને માં નું રૂપ સજાવ્યું.