STORYMIRROR

CHAITALI SHAH

Romance Fantasy

3  

CHAITALI SHAH

Romance Fantasy

ચલ તને એક વાત કહું

ચલ તને એક વાત કહું

1 min
182

ચલ તને એક વાત લખું 

આપણી દોસ્તીની પળોની યાદ લખું,


એક ભાણે જમેલા ભોજનનો સ્વાદ લખું,


એક ગામની મુલાકાત લખું 

એક નાની સફરનો સાથ લખું,


એક કેમેરાની તસ્વીર લખું

એક ચિતરામણ ના શબ્દો લખું,


કેન્ટ્ટીનની ચાની ચૂસકી લખું

એક ઝગડાનો કકળાટ લખું,


એક હાસ્ય ખડખડાટ લખું

તારા ઘુઘરનો રણકાર લખું,


એક આંસુની ખારાશ લખું

એક ગીતનો ગણગણાટ લખું,


થોડી મસ્તીની મીઠાશ લખું

એક નાટકનો સંવાદ લખું,


એક કવિતાનો કલરવ લખું

એક અત્તરની સુગંધ લખું,


ગૂગલની એક ચેટ લખું

તારી ચૂપકીનો અવાજ લખું,


મારી આંખોના સવાલ લખું

એક હાસ્ય અને એક બાય લખું,


ચલ તને એક વાત લખું

આપણી દોસ્તીની પળોની યાદ લખું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance