જીવનસાથી
જીવનસાથી


આ સંબંધમાં શબ્દોની ક્યાં જરૂર છે ?
આંખોનું મિલન સર્વસ્વ કહી આપે છે !
હાથોનો સ્પર્શ સઘળુંય સમજાવે છે !
અહેસાસ માત્ર દિલને પ્રસન્ન કરે છે !
વિચાર માત્રથી મુખ પર સ્મિત પ્રસરે છે !
હસ્ત લકીર પરસ્પર જોડાયેલી છે !
આંખોમાં તસ્વીર એકબીજાની જ છે !
મારો શૃંગાર પણ તમારા નામનો જ છે !
ક્યારેક વિચારું છું આતે કેવો સંબંધ છે ?
દર્દ એકનો પણ અહેસાસ બેઉ કરે છે !
સપના એક ના પણ પૂરા બંને કરે છે !
કદાચ આ જ જીવનસાથીની વ્યાખ્યા છે !
ઈશ્વરે જોડેલો આ પવિત્ર એક સંબંધ છે !
પરિવાર જ એમાં નિમિત્ત બન્યો છે !
સાત જનમોનો આ એક સુંદર સફર છે !
અને આપણે એને અતૂટ બનાવ્યો છે !