મા
મા


તારી વાણીમાં અમૃત છે, એ અમૃતમાં વરદાન છે !
તારા શબ્દોમાં આશિષ છે, એ આશિષમાં સત છે !
તારા ચરણોમાં વિશ્વ છે, એ વિશ્વમાં જન્નત છે !
તારા દર્શનમાં ઈશ્વર છે, અને એ ઈશ્વર સત્ય છે !
આ જીવન તારી દેન છે, એ દેનની હું આભારી છું !
મા તું એક મધુર શબ્દ છે, અનમોલ રત્ન છે !
વર્ણવવા પડે ઉણપ શબ્દોની, અમૂલ્ય ભેટ તું કુદરતની !
જીવનની તું છે કલાકાર, મહેકતી રહે તું સદાબહાર !