પણ
પણ
ના, મને મંજૂર છે આઘાત પણ
આપને કહી દઉં અનોખી વાત પણ ?
આપણે તો બોલવાનું કંઈ નહીં
જો કદિ આવે હરિ સાક્ષાત પણ !
જોતાં રહો બસ જે થયું ને જે થશે
નીકળી ગયાં દિવસ ને ગઈ રાત પણ,
કોઈને કશો જ ફરક ના પડે
મુખથી હસો ને રડતાં રહે જજબાત પણ,
આપ ‘બોલ’ સમ કોઈ ઘા કરે કોઈ થમે
ને કોઈ-કોઈ મારી પણ જાય લાત પણ !
ના,એ ગલત દુકાને પેક રો’ ભલા
કળશે ને કોઈ આપની ઔકાત પણ,
જે મૌલ દે,એના જ હાથે શોભવું
એ આલશે બે બોલ તણો સાથ પણ,
મૂકી એકલા મેદાને એ ના વઈ જશે
એ જાણશે છે આપમાં તાકાત પણ,
ખુદ ના વિજયનું આપને સન્માન દે
હારે તો ખુદની હો ક્ષતિ પણ યાદ પણ,
એવા ખેલાડી ને આલો બોલ આ
કે તૂટતા શોભાવે તેની જાત પણ,
ઊછળી ને કદિ ના જશો કોઈ બેટ પર
આપ ક્યાં ગયાં નો થશે સંવાદ પણ,
વિજયી થશે એ બેટ ભલે ને આપ ઉડયા
ને આપની સચવાશે પણ ના યાદ પણ !
રમતાં રમી લો બોલ સાથે બોલતાં
ને પછી ઊભો થશે વિવાદ પણ,
ભલા,એટલે જ બોલવાનું કંઈ નહીં
આવી ચઢે ને જો હરિ સાક્ષાત પણ.
