તારી રાહમાં
તારી રાહમાં
હાથમાં લીધી કલમ ફરીથી
જાણે કંઈ લખવું હોય આજે,
મોરલો ઉમંગમાં ટહુક્યો ને
પેલો મેહુલિયો એ ગાજે,
ચોધાર રડ્યું ગગન જાણે
આ તરસી ધરાને કાજે,
પૂનમે અંજાય છે આંખો
તું મળવા અમાસે આવજે,
ચા મે બનાવી રાખી છે
રાહ છે તારી ઢળતી સાંજે,
ઝટ આવજે આંગણે મારા
આંખો ચોંટી છે દરવાજે.

