૨૦૨૦
૨૦૨૦
હતું કેવું એ અલગ વરસ
હતી સૌને જીવવાની તરસ
હતા શ્રીગણેશ જેના સરસ
પણ નડી ગઈ સૌની આળસ,
બંધ બજાર સૂની સરસ
શેરી ખૂલ્લી લાગી સરસ
રસ્તા શ્વસયા જાણે સરસ
ઘરમાં સૌ ભેગા સરસ
મુખ મર્યાદામાં જોયા સરસ
લાલી થપેડા બંધ સરસ
કિંમત સમજાઈ જીવનની સરસ
મૃત્યુ પણ સમજાયુ સરસ
ભૂલ્યા હતા સૌ શાસ્ત્રો જ્ઞાન સરસ
યાદ આવી ગયા સૌ પ્રભુ સરસ
હા.......
ગુમાવ્યા સ્વજનો સરસ
બસ એ જીવનભરનો રહેશે તરાસ(ત્રાસ)
સમજી લો તો છે વાત સરસ
ગુઢાર્થ કહી ગયું ૨૦૨૦નું વરસ
ભલે તું હાંકે ડીંગો ઘણી અજેય
કુદરત તો રહેશે સદા સરસ.
