STORYMIRROR

Kalpesh Patel

Fantasy

3  

Kalpesh Patel

Fantasy

અરજ

અરજ

1 min
452

પૂનમની રાતલડીએ જરા જગાડતો રહેજે

વિચારમાં તું કાનુડા આવતો રહેજે,


કદમની કળી ડાળીએ ખીલવતો રહેજે

રાસ રમવા યમુનાતટે આવતો રહેજે,


પ્રેમછાલકે આયખું ભીનું કરતો રહેજે

વાદળ થઈ મુજ પર વરસતો રહેજે,


વેણુનાદ છેડી વ્રજને ગજાવતો રહેજે

અમારા દિલનો સાદ સાંભળતો રહેજે,


તારી તલાશમાં ભૂલી પાડતો રહેજે

તારી મઢીનો રાહ બતાવતો રહેજે,


તારી મીરાંને ગોપી બનાવતો રહેજે

ભૂલી પડી છું, રાહ બતાવતો રહેજે,


ગોકુળ મથુરાનો ભેદ સમજતો રહેજે 

બંસરી વ્રજને ચરણે ધરતો રહેજે.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy