ધરાની પ્યાસ
ધરાની પ્યાસ
ઉદય રવિ સોનેરી પ્રભાત,
કુમળા કિરણોની સોગાત !
મન તાજગી પામે અપાર,
આંબે કોયલ કરે ટહુકાર !
ખેડૂત ખેતરમાં પાડે ચાસ,
આંખે ઝળકે મેઘની આશ !
ગોરંભાયે વાદળ આકાશ,
માટીભીની સુગંધ ચોપાસ !
હેલી હરખની શ્વાસે શ્વાસ,
બુઝાવો મેઘા ધરાની પ્યાસ !
