સિન્ડ્રેલા
સિન્ડ્રેલા
ઉંઘ મારી બગડી વિચારો થકી,
નજર આકાશ તરફ ઈશને વિનવતી.
શુ થશે ?શું નહી ? ચિંતાગ્રસ્ત મન,
લીધું એક પુસ્તક, શરુ કર્યુ વાચન.
નામ પુસ્તકનું સિન્ડ્રેલા બીજું અલાદીન,
અલાદીનના ચીરાગમાં હતો એક જીન.
વાર્તા વાંચતા આંખો ઘેરાઈ ગઈ,
વિચારોના સાગરથી દુર તણાઈ ગઈ.
આંખ મીંચાઈ હું દૂર ભણી જાઉં છું,
પોતાની જાતને એજ ગુફામાં જોઉં છું.
અસંખ્ય પુસ્તકો ગુફાની સજાવટ,
શોધું છું તેમાં હું સિન્ડ્રેલાનો સેટ.
ગમતું એ પુસ્તક હાથમાં લઉં છું,
ત્યાંજ પ્રગટતો જાદુગર જોઉં છું.
ઊંચી ટોપી, હાથમા છડી કહે છે મને,
માંગ વરદાન, છડી ફેરવી તરત આપુ તને.
ના ભાઈ, આપ ફકત મારી પરી જેવી સિન્ડ્રેલા,
છડી ફેરવતો કબુતર બનાવી બતાવે કલા.
આંખ ખુલી તૂટ્યું સપનું ગાયબ થઈ કલા,
બે દિવસ પછી ખોળામા મળી મારી સિન્ડ્રેલા.
