STORYMIRROR

V.m. Parmar

Romance Fantasy

3  

V.m. Parmar

Romance Fantasy

બાર મેઘ

બાર મેઘ

1 min
146

ફરફર ફોરાં છાંટણા ને વળી કરા કેરા કર્ય દેહ,

પછેડીવામાં શું પાલવે હવે નેવાધારથી નેહ,

ખાંગા કર્ય મારા ખેતરે બાવલીયા બારે મેહ,

કેમ કરી તને કળવો કા'ના તારા કામણગારા દેહ,


મોલમેહની માગ્યું મારી અનરાધારથી નેહ,

મુશળધાર આવીને માધા ઢેફાભાંગી દેહ,

ખાંગા કર્ય મારા ખેતરે બાવલીયા બારે મેહ,

કેમ કરી તને કળવો કા'ના તારા કામણગારા દેહ,


પાણમેહ પરવરહે હવે હરી હેલી માંડી દેહ,

પરમાર્થ કેરા કારણીયે કા'ના કામણ કર્ય મારે દેહ,

ખાંગા કર્ય મારા ખેતરે બાવલીયા બારે મેહ,

કેમ કરી તને કળવો કા'ના તારા કામણગરા દેહ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance