STORYMIRROR

V.m. Parmar

Romance

3  

V.m. Parmar

Romance

કાનુડે રમવા આવો (ધ્રોળ)

કાનુડે રમવા આવો (ધ્રોળ)

1 min
124

રાધા ગોરી કાનુડે રમવાને આવો સહેલી સહુ સંગે મળી રે લોલ..

નહીં આવો તો ગોકળની આવી ઝાઝી ગોપી,

રંગ ભરી રમશે રાતડી રે લોલ...


આવોને કાંબિયું લઈ આયો કાનો, પેરાવશે તારી સહેલિયુંને રે લોલ...

નહીં આવો તો ગોકળની આવી ઝાઝી ગોપી,

રંગ ભરી રમશે રાતડી રે લોલ...


આવોને નથડી લઈ આયો કાનો,

પેરાવશે તારી સહેલિયુંને રે લોલ...

નહીં આવો તો ગોકળની આવી ઝાઝી ગોપી,

રંગ ભરી રમશે રાતડી રે લોલ...


આવોને ઝાંઝર લઈ આયો કાનો,

પેરાવશે તારી સહેલિયુંને રે લોલ...

નહીં આવો તો ગોકળની આવી ઝાઝી ગોપી,

રંગ ભરી રમશે રાતડી રે લોલ...


આવોને દામણી લઈ આયો કાનો,

પેરાવશે તારી સહેલિયુંને રે લોલ...

નહીં આવો તો ગોકળની આવી ઝાઝી ગોપી,

રંગ ભરી રમશે રાતડી રે લોલ...


આવોને કડલાં લઈ આયો કાનો,

પેરાવશે તારી સહેલિયુને રે લોલ...

નહીં આવો તો ગોકળની આવી ઝાઝી ગોપી,

રંગ ભરી રમશે રાતડી રે લોલ...


આવોને પ્રીતડી લઈ આયો કાનો,

પરણશે તારી સહેલિયુંને રે લોલ...

નહીં આવો તો ગોકળની આવી ઝાઝી ગોપી,

રંગ ભરી રમશે રાતડી રે લોલ...


હાલ્ય આવું હું કામણગારો છે કાનો,

પરમેશ્વર મારી સહેલિયુંનો રે લોલ...

ભલે આવી ગોકળની ઝાઝી ગોપી,

રંગ ભરી રમશું રાતડી રે લોલ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance