STORYMIRROR

V.m. Parmar

Romance

4  

V.m. Parmar

Romance

સમણું

સમણું

1 min
227

નયનની નજાકતના નિતારતા એ નેહને,

નાહકનો નથી અમે નાથ્યો નયનથી.


શિશિરમાં સજે છે એ શણગાર સવાયો,

નાહકના નથી અમે નીરખતા નિશાને.


અંતરના ઓરડે જો ઉભા કૈંક ઓરતા,

નાહકના નથી અમે નાખતા નકુંચા.


કેટલાય કાળ મુજથી કોપી'તી કવિતા,

નાહકના નથી અમે નીચોવ્યા નયનને.


સાહેબને સમર્પિશું એ સમણું સોહામણું ,

નાહકના નથી અમે નીકળ્યા નગરમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Romance