પ્રેમમાં પડ્યા રહેવું ગમે છે
પ્રેમમાં પડ્યા રહેવું ગમે છે
1 min
14.4K
તારી સાથે એકલા રસ્તે,
ચાલ્યા કરવું ગમે છે,
તારી એ મુસ્કાન જોઈને મને પણ,
મુસ્કુરાયા કરવું ગમે છે.
તું છે ! પણ સંદેશવ્યવહાર કરવા,
આખી રાત જગ્યા કરવું ગમે છે,
આંખ સાથે આંખોનું મિલન તો,
થતું રહેવાનું જ છે,
પણ તારી આંખમાં હંમેશ માટે,
જોયા કરવું ગમે છે.
પ્રેમ તો જીવનમાં અસંખ્ય,
લોકો સાથે થતો રહેવાનો છે,
પણ મને તારા પ્રેમમાં જ,
પડ્યા રહેવું ગમે છે.

