STORYMIRROR

Umesh Tamse

Inspirational Romance

3  

Umesh Tamse

Inspirational Romance

એ તું જ છે

એ તું જ છે

1 min
14K




મારું જીવન મ્હેકાવનારી જે બની એ તું જ છે,

સંકટમાં કાયમ મિત્ર થઇને જે રહી એ તું જ છે,


હું દરબદર ભટકી રહ્યો તો જિંદગી માંહે સનમ,

સાચી દિશા કાયમ મને દર્શાવતી એ તું જ છે,


ક્યારેય તેં તો ના કરી દુનિયાની પરવા સ્હેજ પણ,

મારી થવા માટે જગત સામે લડી એ તું જ છે,


હું સાવ તૂટીને વિખેરાઈ ગયો'તો ઓ સનમ,

હિંમત બનીને જે રહી મારી હજી એ તું જ છે,


મારા જીવનને કાયમી ઝળહળતું કરતી આવી તું,

ઘનઘોર અંધારે બની જે ચાંદની એ તું જ છે.




Rate this content
Log in

Similar gujarati poem from Inspirational