ગઝલ- રાહ
ગઝલ- રાહ
આંખો બિછાવી રાહમાં થાક્યા નથી કદી,
તો પણ તમે આ રાહ પર ચાલ્યા નથી કદી,
પાંપણની નીચે વસતી પીડાની જે કથા,
પુસ્તક પીડાના એણે વાંચ્યા નથી કદી,
હું દૌડ઼ુ છું ને પાછળ પીછો કરે છે એ,
પડછાયા જિંદગીભર ત્યાગ્યાં નથી કદી,
શબ્દોની આ રમતમાં છે હાર જીત સતત,
હું પણ કે ના તમે પણ ફાવ્યા નથી કદી,
'આનંદ' પહેરી કાયમ જીવતો રહ્યો છે જે,
કપડાં લગાર એનાં ફાટ્યા નથી કદી.

