STORYMIRROR

V.m. Parmar

Romance Tragedy Inspirational

4.0  

V.m. Parmar

Romance Tragedy Inspirational

પ્રકૃતિ

પ્રકૃતિ

1 min
231


લાખ લગામ લગાવી લાગણીને લેવા લગામમાં,

પણ વહ્યા જ કરે બેલગામ પથ્થરો પર,

નાસમજ !

ન સમજી તે ન જ સમજી.


ન ઝીલવાની જળ પ્રકૃતિ હતી પથ્થરની, 

ને વળી નફ્ફટ નીકળી સુંવાળી શીલા,

કોરીક્ટ્ટ !

ન ભીંજાઈ તે ન જ ભીંજાઈ.


જીવ પૂરવાની પ્રકૃતિ નાનાં ઝરણાંની, 

જાણે પત રાખવા જન્મદા પર્વતોની, 

નિર્મળ !

મથ્યા કરે તે બસ મથ્યા કરે.


દર્દભરી દાસ્તાન હવે વહેવા જ દેશું,

સરકતી સરિતા ભલે વારિધીને વરે,

દુગ્ધા !

ખારીધધ તો ભલે ખારીધધ.


હવે જે થાય તે જોઈ લઉં પ્રકૃતિજળ,

ઝરવા મળશે અમી બનીને અંબરથી,

પરમાર્થ !

વહ્યા કરો તે બસ વહ્યા કરો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance