STORYMIRROR

V.m. Parmar

Romance Tragedy Inspirational

3  

V.m. Parmar

Romance Tragedy Inspirational

ક્યાં ગમે છે

ક્યાં ગમે છે

1 min
218

હવે ક્યાં ગમે છે કોઈને, સગા કે સંગાથી,

પણ હા ગમે છે એમાં, કોઈ અમીર હોવા જોઈએ...

હવે ક્યાં ગમે છે કોઈને, સગા કે સંગાથી...


રાહી મળે રંક તો હું, રંજથી રહું છું,

પણ રાય મળે જો રાહમાં તો, પગે પણ પડું છું.

હવે ક્યાં ગમે છે કોઈને, સગા સંગાથી....


ગરીબોને ગજા કરતાં હું, સસ્તા ગણું છું,

પણ અમીરોને ઓથમાં હું, અધીરો બનું છું,

હવે ક્યાં ગમે છે કોઈને, સગા કે સંગાથી....


સંબંધોને સ્થાપવા હું, સાહ્યબી જોઉં છું,

પણ રોજે રોજ રાહબરથી, વિખૂટો પડું છું.

હવે ક્યાં ગમે છે કોઈને, સગા કે સંગાથી....


માયા કેરા મદમાં હું, મન મારતો રહ્યો છું,

પણ જિંદગીને જીવવાની, જડ હું ભૂલ્યો છું..

હવે ક્યાં ગમે છે કોઈને, સગા કે સંગાથી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance