STORYMIRROR

V.m. Parmar

Romance

4  

V.m. Parmar

Romance

રાધાને મોકલેલ જવાબ

રાધાને મોકલેલ જવાબ

1 min
277

ઓધાજી...

એમ મારી રાધાને રાજીપે કે જો રે...

સમજે તો થોડી સાન દેજો રે... 

ઓધાજી..એમ મારી રાધાને રાજીપે કે જો રે..


ગોકુળ કેરી ગોપી થ્યાં છો.. 

ગુમાને ગુણ ભૂલી ગયાં છો...

માનીતી થૈ મોંઘા થયાં છો રે...

ઓધાજી..એમ મારી રાધાને રાજીપે કેજો રે.


નિત નવા બહાના લાવી,

દ્વારિકા કેમ દૂર બનાવી,

જાણું છું તને ગોકળ વાળી રે...

ઓધાજી.. એમ મારી રાધાને રાજીપે કે જો રે..


એક વાર મારું માનો

દ્વારિકાના દ્વારે આવો

શ્યામને સંભાળી જાઓ રે..

ઓધાજી...એમ મારી રાધાને રાજીપે કે જો રે..


ગોપી કૈ'ને ગમતું દેશું,

રાધાજી કૈ'ને રાજી રાખશું,

સખીને પણ સાહેબ કેશુ રે..

ઓધાજી...એમ મારી રાધાને રાજીપે કે જો રે.


તમે છો પરીઓના પરી,

નવરા જે'દી નાથ ઘડી,

ગોકુળ જાતાં એમને જડી રે..

ઓધાજી...એમ મારી રાધાને રાજીપે કેજો રે..


અમે તો દ્વારિકાના વાશી,

તમે છો ગોકુળના નારી,

પરમાર્થની પ્રીત બંધાણી રે...

ઓધાજી... એમ મારી રાધાને રાજીપે કેજો રે


Rate this content
Log in

Similar gujarati poem from Romance