Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

V.m. Parmar

Classics Crime Inspirational

4  

V.m. Parmar

Classics Crime Inspirational

ન કર

ન કર

1 min
263

ન ઝૂકાવ્યા કર મસ્તક પથ્થરે પથ્થરે,

નથી રહેતો ઈશ્વર પણ ડુંગરે ડુંગરે,

ન શોધ્યા કર લાગણી હૃદયે હૃદયે,

નથી થતા ધબકાર પણ ક્ષણે ક્ષણે,

ન રાખ્યા કર આશા અહીં માણસે માણસે,

નથી મળતા સ્વજન પણ સંબંધે સંબંધે,

ન માંગ્યા કર મિલનયોગ પ્રસંગે પ્રસંગે,

નથી હોતા ઉમંગ પણ ઉત્સવે ઉત્સવે,

ન ગોત્યા કર મેળ સરવાળે સરવાળે,

નથી મળતી મંજિલ પણ પ્રયત્ને પ્રયત્ને,

ન થયા કર ઉદાસ ધિક્કારે ધિક્કારે,

નથી થતા હૃદયે ઘા પણ પ્રહારે પ્રહારે,

ન તોડ્યા કર મર્યાદા ઉમળકે ઉમાળકે,

નથી બંધાતી પછી પાળ પણ પસ્તાવે પસ્તાવે,

ન લુંટાવ્યા કર તું આબરૂ પ્રણયે પ્રણયે,

નથી ભરાતાં તળાવ પણ વરસાદે વરસાદે.

Rate this content
Log in

Similar gujarati poem from Classics