STORYMIRROR

Neha Desai

Classics

4  

Neha Desai

Classics

લઈને ચાલે છે

લઈને ચાલે છે

1 min
262

હૃદયમાં ભારોભાર, થાક લઈને ચાલે છે,

માણસ ન જોઈતો, ભાર લઈને ચાલે છે !


દિલમાં વસે છલોછલ, પ્રેમની લાગણી

મુખ પર ઘેરો, અજંપો લઈને ચાલે છે !


હોય દ્રઢ વિશ્વાસ, ભલે બાહુબલનો,

મનમાં અતૂટ, અંધવિશ્વાસ લઈને ચાલે છે !


હુકમનો એક્કો, ભલે હોય હાથમાં,

પ્યાદું બની, ગતિ અવળી લઈને ચાલે છે !


'ચાહત'થી ભરેલી, છો એની આખી દુનિયા,

નફરતનો હંમેશા, સાથ લઈને ચાલે છે !


Rate this content
Log in

Similar gujarati poem from Classics